તહેવાર એટલે આનંદ અને આનંદને બેવડો કરવા લોકો મિત્રો સાથે ક્યાંક ને ક્યાંક ફરવા જતા હોય છે.જેમાં ક્યારેક એવી દુર્ઘટના સર્જાતી હોય છે, જે કાયમ માટે માનસ પટલ પર ઘા આપી દે છે. ત્યારે આવી જ એક ઘટના ગુરુવારે ઘટી હતી.
લુણાવાડા તાલુકાના કોઠંબા જેવા નાનકડા ગામમાં રહેતા મુસ્લિમ સમાજના ત્રણ યુવાનો નામે મો.બુરહાન હાજી સઈદ નગીના,.નિહાલ રફીક પટેલ અને .ફરહાદ રફીક પટેલ સવારમાં પરિવારના સભ્યો અને મિત્ર વર્તુળ સાથે ઈદના તહેવાર હોવાથી આનંદપૂર્વક ઈદની ઉજવણી કર્યા બાદ શહેરા તાલુકાના પાનમ ડેમ ખાતે ફરવા માટે ગયા હતા. ત્રણે યુવાનો પોતાની સાથે નાસ્તો લાવ્યા હતા. જ્યાં નાસ્તો પત્યા બાદ એક યુવાન બાજુમાં આવેલી પાનમ સિંચાઈની નહેરમાં પીવાના પાણીની બોટલમાં પાણી ભરવા જતા પગ લપસતા ડૂબવા લાગ્યો હતો.
બુરહાનના લગ્ન અઢી વર્ષ પહેલાં જ થયા હતાં મારે સંતાનમાં એક છોકરો અને એક છોકરી છે. મારા પુત્ર બુરહાનભાઈ ના લગ્ન અઢી વર્ષ પહેલા જ થયા હતા. અને તેઓને સંતાનમાં એક પુત્રી છે ઘણું ખોટું થયું છે. પણ કુદરત આગળ બધા લાચાર છે. સઈદભાઈ શેખ, મૃતક બુરહાનના પિતા થઈ ગયા હતા. બૂમાબૂમ કરવા લાગ્યા હતા. યુવકોની બુમો સાંભળી આસપાસના માણસો દોડી આવ્યા હતા. અને આ બાબતની જાણ શહેરા પોલીસ મથકે કરતા પી.આઈ રાહુલ રાજપુતે પો.સ.ઈ શૈલેષ ડામોરને સૂચિત કરતા ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.