દુનિયાભરનાં મુખ્ય મોટાં શહેરોમાં જ્યારે લોકો કામ પર નથી જઈ રહ્યા ત્યારે પણ તેની પાસે તેની ઓફિસની આજુબાજુ જવાનું કારણ છે. જેનું કારણ હાલમાં જ વ્યાવસાયિક જિલ્લાઓમાં લાવવામાં આવી રહેલું પરિવર્તન છે. સામાન્ય રીતે વ્યાવસાયિક જિલ્લાઓમાં ઓફિસ જ જોવા મળે છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં શોપિંગ મોલ, રેસ્ટોરાં, કેફે વગેરે પણ ખોલવામાં આવી રહ્યાં છે.
હાલમાં જ આર્કિટેક્ચર અને પ્લાનિંગ ફર્મ જેન્સલર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 53 શહેરોમાં ફેલાયેલાં 92 કેન્દ્રીય વ્યાવસાયિક જિલ્લાઓનો સરવે કરાયો, જેમાં 26 હજાર લોકોને સામેલ કરાયા હતા. તેમાંથી 70% લોકોએ તેનાં શહેરોના વ્યવસાયિક જિલ્લાઓને કામ સાથે અન્ય વસ્તુઓ માટે સારા કે શ્રેષ્ઠ ગણાવ્યા હતા.
સરવે અનુસાર 81% લોકો ખાણી-પીણી, 76% મોજ મસ્તી, 75% શોપિંગ, 74% નવી વસ્તુઓ શોધવા અને 71% નવા લોકોને મળવા માટે પોતાનાં શહેરોના વ્યાવસાયિક જિલ્લાઓને પસંદ કરે છે. ત્યારે, ઓફિસ અને ઘર બંને જગ્યાએથી કામ કરનારા 58% લોકો ઓફિસની નજીકના કોઈ કેફે અથવા રેસ્ટોરાંથી કામ કરી રહ્યા છે.
જોકે, જ્યારે વાત પરિવાર સાથે રહેવા અને બાળકોના પાલન-પોષણની આવે છે તો લોકોના વિચારો ઘણા અંશે મળતા આવે છે. માત્ર અડધા ભાગના લોકો જ આ જગ્યાને રહેવા, પરિવાર શરૂ કરવા અને બાળકોના પાલનપોષણ માટે યોગ્ય માને છે. સરવેમાં ન્યૂયોર્ક, ટોક્યો, શાંઘાઈ અને મુંબઈ જેવાં મોટાં શહેરોથી લઈને અમેરિકાનાં સેન એન્ટોનિયા, ટેક્સાસ જેવાં નાના શહેરોને સામેલ કર્યાં છે.