Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સમગ્ર વિશ્વમાં ક્રાંતિકારી પરિવર્તન માટેની પહેલ બતાવવામાં આવી રહી છે. પરંતુ તેનાથી જોડાયેલી ચિંતા પણ છે. વૈજ્ઞાનિકોએ પહેલા જ નોકરી છીનવાઇ જવાની તેમજ માણસના મગજથી વધુ સક્ષમ થઇને તેમના અસ્તિત્વ માટે ખતરો બનવાની આશંકા વ્યક્ત કરી છે. હવે તેનાથી પર્યાવરણ પર પણ મોટો ખતરો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એઆઇ માટે કમ્પ્યુટિંગ પાવરની વિશાળ માત્રામાં જરૂર હોય છે. તેનાથી ઉર્જા સ્ત્રોત પર ખૂબ જ દબાણ વધવાનું અનુમાન છે.


બ્રિટિશ સેમીકન્ડક્ટર અને સૉફ્ટવેર ડિઝાઇન કંપની આર્મ હોલ્ડિંગ્સ પીએલસીના CEO રેને હાસ અનુસાર કમ્પ્યુટિંગ માટે વર્ષ 2030 સુધી, વિશ્વભરના ડેટા સેન્ટર સૌથી વધુ વસતી વાળા દેશ ભારતથી પણ વધુ વીજળીનો ઉપયોગ કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી અનુસાર, ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો વીજળી ઉત્પાદક અને ગ્રાહક છે.

હાસ અનુસાર, AI સિસ્ટમને વધુ શ્રેષ્ઠ બનાવવાના પ્રયાસોમાં ઉર્જાનો વપરાશ ત્રણ ગણો વધી શકે છે. તે ખૂબ જ ગંભીર મુદ્દો છે. આગામી સમયમાં સૉફ્ટવેર અને ડેટાનો મોટા પાયે વપરાશ થશે, જેને કારણે ઉર્જાનો વપરાશ ક્ષમતાથી વધુ થવા લાગશે. હાસ એવા લોકોમાં સામેલ છે જે AIને કારણે વિશ્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યાવરણ પર પ્રભાવને લઇને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આવા લોકો વધી રહ્યાં છે. પરંતુ હાસની રૂચિ એ વાતમાં પણ છે કે એઆઇ ઇન્ડસ્ટ્રી તેમની કંપની આર્મની ડિઝાઇન કરાયેલી સેમીકન્ડક્ટર ચિપ્સને અપનાવી રહી છે. આર્મ 2023માં અમેરિકાનો સૌથી મોટો IPO લાવી ચૂકી છે.

કંપનીની ટેક્નોલોજી, જેમનો પહેલાથી જ સ્માર્ટફોનમાં ઉપયોગ કરાય છે, પરંપરાગત સર્વર ચિપ્સની તુલનામાં ઉર્જાનો વધુ કુશળતાથી ઉપયોગ કરવા માટે વિકસિત કરવામાં આવી હતી. એમેઝોન, માઇક્રોસોફ્ટ અને અલ્ફાબેટ જેવી મોટી કંપનીઓ પોતાના સર્વર ચિપ્સમાં આર્મની ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકા ડેટા સેન્ટર્સમાં આગામી 6 વર્ષમાં 35,000 મેગાવોટ વીજળીનો વપરાશ થઇ શકે છે. 1 મેગાવોટ વીજળીથી અંદાજે 750 અમેરિકન ઘરોની વીજળીની સપ્લાય થઇ શકે છે. પ્રતિ વ્યક્તિના સંદર્ભમાં ગણતરી કરીએ તો, અમેરિકન ઘરેલુ વીજળીનો ઉપયોગ ભારતની તુલનામાં લગભગ 25 ગણો છે અને ચીનનો ભારતની તુલનામાં લગભગ ત્રણ ગણો છે.