વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 28 ફેબ્રુઆરીના રોજ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) શરૂ થવા જઇ રહી છે. જેની પ્રથમ મેચ 28 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે. જેને લઇને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમ આજે મુંબઇની ફ્લાઇટથી વડોદરા એરપોર્ટ ખાતે પહોંચી હતી. જ્યાં કેપ્ટન શેન વોટ્સન અને શોન માર્શ સહિતના તમામ ક્રિકેટર્સનું એરપોર્ટ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલા ક્રિકેટરો તેમના પરિવાર સાથે આવ્યા છે.
વડોદરા એરપોર્ટથી બસ મારફતે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમ હોટલ તાજ વિવાંતા ખાતે પહોંચી હતી. જ્યાં પરંપરાગત રીતે ફૂલોની વર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આવતીકાલે બુધવારે ઇન્ડિયન માસ્ટર્સની ટીમ પણ વડોદરા આવશે. જેમાં સચિન તેંડુલકર સહિત સમગ્ર ટીમ તાજ વિવાંતા હોટલમાં રોકાશે.