ઘરમાં પતિ-પત્ની, બાળકો ઉપરાંત ઘણીવાર સાસુ-સસરા, જેઠ-જેઠાણી જેવા નજીકના સંબંધીઓ સાથે રહેવાનું હોય છે. દરેકની પોતાની દિનચર્યા અને જીવન જીવવાની અલગ રીત હોય છે. કેટલાક લોકો ખાસ કરીને બાળકો ઘરનો સામાન કયાંય પણ રાખી દે છે અથવા પથારી અસ્ત-વ્યસ્ત કરી દે છે. તેનાથી તમે અસહજ થઈ શકો છો. ઘણીવાર ગુસ્સો આવી શકે છે.
આ સમસ્યા ત્યારે વધુ ગંભીર થઈ જાય છે જ્યારે તમારો જીવનસાથી તમારા પ્રમાણે સામાનને વ્યવસ્થિત નથી રાખતો અથવા તે ગમે તેમ રહે છે. તેનાથી ઘણીવાર વિવાદની સ્થિતિ સર્જાય છે અને સંબંધોમાં તિરાડ પડે છે. આવી સ્થિતિનો સામનો કરવા માટે જરૂરી છે કે આત્મસંયમ રાખવો અને વસ્તુઓ સાથે સુમેળ સાધો. આ સંબંધમાં મનોવિજ્ઞાની અને રિલેશનશિપ એક્સપર્ટ ટ્રેસી મેક્કબિનની સલાહ કારગર હોઈ શકે છે.
મેક્કબિન કહે છે કે ઘર કે કિચનમાં અવ્યવસ્થિત વસ્તુઓ વચ્ચે જ શાંતિ મેળવવાની રીતો શોધો. મેક્કબિન પોતે તેના પતિની અવ્યવસ્થિત જીવનશૈલી સામે ઝઝૂમે છે. તેનું કહેવું છે કે ઘણીવાર લોકો એ સિદ્ધાંતથી ચાલે છે કે ‘તેને નીચે ન રાખો.’, ‘તેને દૂર રાખો’ ‘અરે આ અહીં કેમ રાખી દીધું’.
આ એવા આદર્શ વાક્યો છે, જેનો વ્યાવહારિક જીવન સાથે વધુ લગાવ સંબંધોને ખતમ કરી શકે છે. આવા આદર્શોને વળગી રહેવાથી સારું છે કે તેને સ્વીકારી તેમાં ધીરે-ધીરે પરિવર્તન લાવવું. એટલે કે પોતાના વિચારો બદલો.