Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં આવેલા મકાનો અત્યંત જર્જરિત હાલતમાં છે અને અગાઉ એકથી વધુ વખત જીવલેણ દુર્ઘટના સર્જાઇ ચૂકી છે આમ છતાં લગભગ દર વર્ષે આ વિસ્તારમાં નાની-મોટી દુર્ઘટના સર્જાય છે. આવી જ એક દુર્ઘટના આજે રાત્રિના સાડા આઠ વાગ્યે હાઉસીંગ બોર્ડના કૈલાસનગર વિસ્તારમાં સર્જાઇ હતી અને આ ત્રણ માળીયાના અત્યંત બિસ્માર બિલ્ડિંગના બ્લોક નં.14ના દાદારાઓ ધડાકાભેર તૂટી પડતા દોડધામ અને દેકારો મચી ગયો હતો.


અગાઉ એકથી વધુ વખત જીવલેણ દુર્ઘટના સર્જાઇ ચૂકી
આ દુર્ઘટનામાં 6 લોકો દબાઈ ગયા હતા. જો કે સદભાગ્યે ફાયર વિભાગે સત્વરે ઘટનાસ્થળે પહોંચીને તમામને બચાવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી જેથી સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે હજી આ ત્રણ માળીયામાં રહેનારાઓએ આક્ષેપ કર્યો હતો કે અમારી હાલત નિમ્ન મધ્યમ વર્ગની હોય વધુ ભાડુ ભરીને અન્યત્ર રહેવા જઇ શકીયે તેવી નથી આ તંત્ર કોઇ ભાડુ ચૂકવતું નથી એટલે અમારી હાલત તો આ ગમે ત્યારે ધસી પડે તેવા જર્જરિત મકાનોમાં રહેવું પડે તેવી છે. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તો અને અન્ય તમામને શિવાજી સર્કલના મહાપાલિકાના શેલ્ટર હાઉસમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતુ.

જર્જરિત થઇ ગયેલી દાદરા ધડાકાભેર તૂટી પડ્યા
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા કૈલાસનગર ત્રણ માળીયામાં આજે રાત્રિના 8.30 કલાકે બ્લોક નં.14ની ઇમારત જે તદ્દન જર્જરિત થઇ ગયેલી તેના દાદરા ધડાકાભેર તૂટી પડ્યા હતા. જો કે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડને જાણ કરાતા તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરીને 6 લોકોને બહાર કાઢતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો હતો.