Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વીડિયો ગેમ ચોક્કસપણે આનંદદાયક છે, પરંતુ તેની લત નુકસાનકારક છે. એક નવા રિસર્ચના તારણ અનુસાર ગેમિંગ હંમેશા એક સુરક્ષિત વિકલ્પ નથી અને વાસ્તવમાં બાળકોને ઘાતક હૃદય સંબંધિત બીમારીનો શિકાર બનાવી શકે છે.


હાર્ટ રિધમમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર વીડિયો ગેમ્સથી તે બાળકોના હૃદયના ધબકારાની લય વધુ પ્રભાવિત થાય છે જેઓ પહેલાથી જ કાર્ડિયેકની મુશ્કેલી સામે ઝઝુમી રહ્યાં છે. ધબકારાની લયમાં બદલાવ અનેક બાળકોના મોતનું કારણ છે.

ઓસ્ટ્રેલિયામાં સંશોધકોએ તે 22 કેસના આધાર પર રિસર્ચ કર્યું, જે વીડિયો ગેમ રમતી વખતે હૃદયના ધબકારામાં ખલેલ અનુભવી રહ્યા છે, પરંતુ બાળકોની ઉંમરની સ્પષ્ટતા કરાઇ નથી. સંશોધકોના મતે જે બાળકો હૃદય સંબંધિત બીમારીઓ સામે ઝઝુમી રહ્યાં છે તેઓ કનસોલ અને કમ્પ્યુટર પર મલ્ટીપ્લેયર વોર ગેમ્સ રમવાનું પસંદ કરે છે. પરંતુ ગેમને લઇને સ્પષ્ટતા કરાઇ નથી. રિસર્ચ અનુસાર વીડિયો ગેમમાં જે ઝટકા લાગે છે તે કેટલાક બાળકો માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

વિશેષજ્ઞોએ ચેતવણી આપી કે જે બાળકોને ગેમિંગ દરમિયાન બ્લેકઆઉટનો અનુભવ થાય છે તેઓને તરત જ હૃદયના ડૉક્ટર પાસે લઇ જવા જોઇએ, કારણ કે બેભાન થવું તે હૃદયને લગતી સમસ્યાનો સંકેત છે. ફિઝિકલ એક્ટિવિટીને કારણે એડરનેલિન રશને કારણે બ્લેકઆઉટ, ધબકારા વધવા અને ચક્કર આવવા જેવી સમસ્યા વધી શકે છે.