ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યોવ ગેલન્ટને ફરીથી ડિફેન્સ મિનિસ્ટર બનાવ્યા છે. યોવને એક મહિના પહેલા બરતરફ કરવામાં આવ્યા હતા કારણ કે તેમણે વડાપ્રધાનના જ્યુડિશિયલ રિફોર્મોનો વિરોધ કર્યો હતો.
હવે ઈઝરાયલ અને લેબનોન વચ્ચે તણાવ વધી ગયો છે, તેથી યોવને ફરીથી કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યોવ ફરીથી રક્ષા મંત્રી બનવા તૈયાર નહતા. ખુદ વડાપ્રધાને તેમને મનાવ્યા. સિરિયા, લેબેનોનની સાથે પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન ઈઝરાયલ પર પણ હુમલા કરી રહ્યું છે.
ઇઝરાયલ પર હુમલા ચાલુ છે. રમઝાનના પવિત્ર મહિનામાં પણ અટકી રહ્યા નથી. સોમવારે એક છોકરાની સાથે એક મહિલાનું પણ મોત થયું હતું. ગયા અઠવાડિયે આ મહિલાની બે પુત્રીઓની હત્યા કરવામાં આવી હતી. બુધવારે ઇઝરાયલ પોલીસે અલ-અક્સા મસ્જિદમાં કાર્યવાહી કરી હતી. આ પછી લેબનોન તરફથી ઈઝરાયેલ પર 34 રોકેટ છોડવામાં આવ્યા હતા.
ઈઝરાયલની સેનાનો આરોપ છે કે આ રોકેટ હુમલો વાસ્તવમાં પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ પછી ઈઝરાયલે પેલેસ્ટાઈનના કબજાવાળા ગાઝા અને લેબનોનમાં જબરદસ્ત હવાઈ હુમલા કર્યા. વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું- કોઈને એવી ગેરસમજ ન થવી જોઈએ કે તે લેબનોનમાં છુપાઈને ઈઝરાયલ પર હુમલો કરી શકે છે.