વૈશ્વિક સ્તરે અનેક અનિશ્ચિત્તાઓથી ભરપૂર નાણાવર્ષ 23-24નું અંતિમ ક્વાર્ટર રહ્યું હતું છતાં ભારતીય કોર્પોરેટ સેક્ટર માટે પોઝીટવ સંકેત દર્શાવે છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે કોર્પોરેટ કંપનીઓના પરિણામો ઉતકૃષ્ટ રહી શકે છે. હેલ્થકેર સેક્ટરની આવક સૌથી વધુ 33% વધવાનો અંદાજ છે.
આ ઉપરાંત, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝની આવકમાં 23% અને BFSI (બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમા) ક્ષેત્રની આવક વૃદ્ધિ 14% થવાની ધારણા છે તેવો નિર્દેશ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસના રિપોર્ટ અનુસાર કરાયો છે. ટીસીએસના પરિણામોએ આનો પોઝિટીવ સંકેત આપ્યો છે.
જોકે, કેટલાક સેક્ટરની અર્નિંગમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. ઉદાહરણ તરીકે, છેલ્લા ક્વાર્ટરમાં કેપિટલ ગુડ્સ સેક્ટરની આવક વાર્ષિક ધોરણે 5 ટકા ઘટી શકે છે. ટેક્નોલોજી સેક્ટરની કમાણી વૃદ્ધિમાં પણ સરેરાશ 4 ટકા જેટલો ઘટાડો થવાની ધારણા છે.
આવકમાં સૌથી વધુ 38 ટકા ઘટાડો કેમિકલ સેક્ટરમાં હોવાનો અંદાજ છે. 18 એપ્રિલે ઇન્ફોસિસના પરિણામો સ્પષ્ટ કરશે કે આઇટી સેક્ટર ખરેખર રિકવરી મોડમાં છે કે નહીં.આ સિવાય ઈન્ટરગ્લોબ એવિએશન (ઈન્ડિગો)નો નફો 158.5%, જિંદાલ પાવર એન્ડ સ્ટીલનો નફો 102.6%, ગેઈલનો નફો 248%, પંજાબ નેશનલ બેંકનો નફો 146.5%, આદિત્ય બિરલા ફેશન અને રિટેલ 153.7% હતા અને NMDC ના નફામાં અંદાજિત 111% વૃદ્ધિ થવાનો અંદાજ છે.