જો તમે પણ કાર અથવા અન્ય કોઇ વાહન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો જલ્દી ખરીદી લેજો નહીંતર આગલા વર્ષે તમારે વધુ ખિસ્સા હળવા કરવાની તૈયારી રાખવી પડશે.
વાસ્તવમાં એપ્રિલ, 2023થી દેશમાં BS-6ના ધોરણોના બીજા તબક્કાને લાગૂ કરવામાં આવશે. ત્યારબાદ દેશમાં ઉત્સર્જન માટેના ધોરણો યુરો-6ને સમકક્ષ જોવા મળશે. પરિણામે આગામી વર્ષે માર્કેટમાં જે વાહનો વેચાશે તે તુલનાત્મક રીતે ઓછુ પ્રદૂષણ ફેલાવશે.
ઇન્ડસ્ટ્રી અત્યારે વાહનોને વધુ સક્ષમ બનાવવા માટે વધુ ખર્ચ કરી રહી છે. જેને કારણે BS-6ના ધોરણોને અનુરૂપના વાહનો વધુ મોંઘા થઇ જશે. દેશમાં એપ્રિલ-2020થી BS-6નો પહેલો તબક્કો લાગૂ કરાયો હતો. આ નવા ધોરણો પ્રમાણે વાહનોના ઉત્પાદન માટે કંપનીઓએ 70,000 કરોડ રૂપિયાના રોકાણ કરવાની નોબત આવી હતી.