Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં શ્રીલંકાને 302 રને હરાવ્યું હતું. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે.


ભારતે 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ટીમે 2007માં બર્મુડાને 257 રનથી હરાવ્યું હતું. ભારતે આ વર્લ્ડ કપમાં સતત સાતમી મેચ જીતી છે અને સેમિફાઈનલમાં પોતાનું પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતના 7 મેચમાં 14 પોઇન્ટ્સ છે અને ટીમ ટુર્નામેન્ટમાં અજેય છે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટે 357 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં ભારતીય બોલરોએ શ્રીલંકાને 19.4 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ શમીએ 5, મોહમ્મદ સિરાજે 3 અને જસપ્રીત બુમરાહે 1 વિકેટ ઝડપી હતી. સ્પિનર રવીન્દ્ર જાડેજાને એક વિકેટ મળી હતી. આ પહેલાં શુભમન ગિલ (92 બોલમાં 92 રન), વિરાટ કોહલી (94 બોલમાં 88 રન) અને શ્રેયસ અય્યર (56 બોલમાં 82 રન) સદી ફટકારવામાંથી ચૂકી ગયા હતા.