Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ચીનમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે. આ દરમિયાન બિઝનેસ ટાયકૂન હર્ષ ગોએન્કાએ એક વીડિયો શેર કર્યો છે. આમાં જોવા મળે છે કે ચીનના આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓની હાલત કેદીઓ જેવી છે.


ગોયનકાએ શેર કરેલા વીડિયોમાં જેલના કેટલાક બેરેક જેવા રૂમ જોવા મળે છે. આ સફેદ રંગના બોક્સમાં નાની બારીઓ ખુલ્લી હોય છે અને PPE કીટ પહેરેલી વ્યક્તિ બારીમાંથી અમુક વસ્તુ દર્દીઓને આપે છે. ગોયન્કાએ આ સાથે કેપ્શન લખ્યું હતું કે 'જો તમે વિચારી રહ્યા છો કે આ જેલ છે તો તમે ખોટા છો. આ જેલ નથી, પરંતુ ચીનનું કોવિડ આઇસોલેશન સેન્ટર છે.' જો કે આ વીડિયો ચીનના કયા પ્રાંતનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી.


આઈસોલેશન સેન્ટર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઘણી ગર્ભવતી મહિલાઓ અને કોરોના સંક્રમિત બાળકો પણ આ આઇસોલેશન સેન્ટર્સમાં બંધ છે. સંક્રમિત લોકોને આવી રીતે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે 'કંઈક ખોટું લાગે છે. આટલી તૈયારી અને કડકાઈ પછી પણ ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. મને સમજાતું નથી કે તેઓ હવે શું છુપાવી રહ્યા છે.' તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે 'મને લાગે છે કે ચીનમાં કોઈ બીજી ખતરનાક બીમારી આવી ગઈ છે.'