સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ મંગળવારે કર્ણાટક સેક્સ સ્કેન્ડલ કેસના આરોપી પૂર્વ પીએમ દેવેગૌડાના ધારાસભ્ય પુત્ર એચડી રેવન્ના અને સાંસદ પૌત્ર પ્રજ્વલ રેવન્નાને નોટિસ પાઠવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેને તપાસ માટે SIT સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, હાજર થવાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.
તેમની નોકરાણીએ બંને નેતાઓ વિરુદ્ધ યૌન શોષણની એફઆઈઆર નોંધાવી છે. હાસનના હોલેનરસીપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પ્રજ્વલના 200થી વધુ વીડિયો વાયરલ થયા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વાયરલ વીડિયોમાં દેખાતી મહિલાઓ રડી રહી છે અને તેને બચાવવા માટે વિનંતી કરી રહી છે અને પ્રજ્વલ વીડિયો શૂટ કરી રહ્યો છે.
આ મામલાની તપાસ માટે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા દ્વારા SITની રચના કરવામાં આવી છે. તેનું નેતૃત્વ એડીજીપી વીકે સિંહ કરી રહ્યા છે. DG CID સુમન ડી પેનેકર અને IPS સીમા લાટકર પણ SITમાં સામેલ છે.