Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ રવિવારે રાજીનામું આપ્યું. શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)માં વિભાજન ટાળવા માટે ઇશિબાએ આ પગલું ભર્યું છે. જાપાની મીડિયા NHKએ આ સમાચાર આપ્યા છે.

ઇશિબાની ગઠબંધન સરકાર જુલાઈમાં યોજાયેલી ઉપલા ગૃહ (હાઉસ ઓફ કાઉન્સિલર્સ)ની ચૂંટણી હારી ગઈ. ઇશિબાએ તાજેતરમાં આ માટે માફી માગી હતી અને કહ્યું હતું કે તેઓ રાજીનામું આપવાનો નિર્ણય લેશે.

ચૂંટણીમાં હાર બાદ LDPમાં 'ઇશિબાને દૂર કરો' ચળવળ વધુ તીવ્ર બની હતી. પાર્ટીના કેટલાક નેતાઓ અને સાંસદોએ તેમના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા, જેના કારણે તેમની સ્થિતિ નબળી પડી હતી.