પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા. આરતી કરી. દંડવત પ્રણામ કર્યા. પીએમનો રામપથ પર 2 કિલોમીટર લાંબો રોડ શો શરૂ થઈ ગયો છે. સીએમ યોગી પણ તેમની સાથે ખુલ્લી જીપમાં છે. રસ્તાની બંને બાજુ ભારે ભીડ જોવા મળી રહી છે. રસ્તા પર પગ મૂકવાની જગ્યા નથી. જે રામપથથી પીએમનો રોડ શો થઈ રહ્યો છે. તેને ફૂલોથી શણગારવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ઋષિ-મુનિઓ પણ પધાર્યા છે.
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ મોદીની આ પ્રથમ મુલાકાત છે. ચૂંટણી વચ્ચે અયોધ્યામાં રોડ શો કરનાર મોદી પહેલા પીએમ છે. ભાજપે અયોધ્યાથી લલ્લુ સિંહને ટિકિટ આપી છે. જ્યારે સપાએ અવધેશ પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે.