અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરુવારે તેમના કાર્યકાળના અંત પહેલા 1500 કેદીઓની સજા ઘટાડવાની જાહેરાત કરી છે. આ તમામ કેદીઓને કોરોના રોગચાળા દરમિયાન જેલમાંથી મુક્ત કર્યા હતા અને તેઓ નજરકેદ હતા.
હકીકતમાં, કોરોના દરમિયાન, અમેરિકામાં કેટલાક કેદીઓને જેલમાંથી ખસેડીને નજરકેદ કર્યા હતા. એસોસિએટેડ પ્રેસ અનુસાર, તે સમયે જેલમાં દર 5માંથી 1 કેદીને કોરોના હતો. જે બાદ બાઇડેન સરકારે આ નિર્ણય લીધો હતો.
મોટાભાગના ગુનેગારો ડ્રગ્સના ગુનાઓમાં સંડોવાયેલા છે બાઇડેને જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા લોકોને નવી તક આપે છે. રાષ્ટ્રપતિ તરીકે, મને તેમની ભૂલો સુધારવાની હિંમત દાખવનારાઓ પ્રત્યે દયા બતાવવાની તક મળી છે. આ લોકોને તેમના જીવનને સુધારવા અને સમાજમાં યોગદાન આપવાની ફરી તક મળી છે. અમે જે લોકોને માફ કર્યા છે તેમાંથી મોટાભાગના લોકો ડ્રગના ગુનામાં સામેલ હતા.