Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ છતાં વર્ષ 2023-24 દરમિયાન ભારતની નિકાસ કુલ 238 દેશોમાંથી 115 દેશોમાં વધી છે. વાણિજ્ય મંત્રાલય અનુસાર દેશની કુલ નિકાસમાં 46.5% હિસ્સો ધરાવતા આ 115 દેશોમાં યુએસ, યુએઇ, નેધરલેન્ડ, ચીન, યુકે, સાઉદી અરબ, સિંગાપુર, બાંગ્લાદેશ, જર્મની અને ઇટલી જેવા દેશનો સમાવેશ થાય છે.


ગત નાણાકીય વર્ષમાં દેશની નિકાસ 3% ઘટી $437.1 અબજ રહી હતી. જો કે, સેવા નિકાસ વર્ષ 2023-24માં વધીને $341.1 અબજ રહી હતી જે ગત વર્ષે 2022-23 દરમિયાન $325.3 અબજ રહી હતી. ડેટા અનુસાર સતત વૈશ્વિક પડકારો છતાં એકંદરે નિકાસ 2022-23માં સર્વાધિક જોવા મળી હતી.

23-24માં અત્યાર સુધીમાં એકંદરે નિકાસ $778.2 અબજ નોંધાઇ છે જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન $776.4 અબજ હતી. જેમાં આંશિક 0.23%નો ગ્રોથ જોવા મળ્યો હતો. દેશમાંથી માલ સામાનની નિકાસ પણ વર્ષ 2014ના 1.70%થી આંશિક વધીને 2023માં 1.82% રહી છે. ભારતના વિશ્વમાં માલાસામાનના નિકાસકાર તરીકેનો ક્રમ પણ સુધરીને 19 થી 17 થયો છે.