વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી સત્યનારાયણ લોનમાં ટેસ્ટ ઓફ વડોદરા ઇવેન્ટમાં સાઉન્ડ વધારે હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી સત્યનારાયણ લોનમાં ટેસ્ટ ઓફ વડોદરા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે, જો કે, વધારે સાઉન્ડના કારણે આસપાસના રહીશોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જેના કારણે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો અને લોકો સ્થળ પર પહોંચી ગયા હતા. જેથી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને પોલીસને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને માંગણી કરી હતી કે, આ કાર્યક્રમને રાત્રે 10 વાગ્યે બંધ કરવો જોઇએ. અમે સાઉન્ડ કેટલું છે તેને ચેક કરવામાં આવશે અને વધારે અવાજ હશે તો કાર્યવાહી કરવામાં આવશે.
ડ્રાઇવરને ચપ્પુ માર્યું
વડોદરામાં ડ્રાઇવરને જૂની અદાવતમાં ચપ્પુના ઘા મારતા ચકચાર મચી ગઈ હતી. આરોપીઓએ ડ્રાઇવરને અપશબ્દો પણ કહ્યા હતા. આ મામલે રાકેશ ઉર્ફે લલ્લુ બોબડો કહાર અને છોટુ કહાર સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બાપોદ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.