ભારત સરકારે વર્ષ 2024 સુધીમાં કોલસાનું ઉત્પાદન 1 બિલિયન ટનના સ્તર સુધી પહોંચાડવા માટે ઉત્પાદનને વેગ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. હવે, ભારત સરકાર આગામી ત્રણ વર્ષમાં કોલસાના ઉત્પાદનમાં 25થી30 ટકાનો વધારો કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વર્તમાન સમયમાં કોલસાની માગ અને પુરવઠા વચ્ચે વિશ્વભરમાં ખાઇ પેદા થતાં થર્મલ પ્લાન્ટ્સના વીજ ઉત્પાદનને અસર થઇ રહી છે.
ભારત સરકારે કોલસાના પુરવઠામાં વધારો કરવા તમામ પ્રયાસો તથા વિવિધ નીતિવિષયક બદલાવ પણ હાથ ધર્યાં છે. કોલસા મંત્રાલયે ભારત સરકારના સહયોગથી ક્લિઅરન્સ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સિંગલ વિન્ડો ક્લિઅરન્સ સિસ્ટમ તૈયાર કરી છે. કોલસાની વર્તમાન અને ભાવિ માગ તથા કોલ માઇનિંગ માટે સરકારના પ્રોત્સાહનથી સાઉથ વેલ્ટ પિનેકલ એક્સપ્લોરેશન લિમિટેડ કોલ માઇનિંગ વ્યવસાયમાં પ્રવેશવા પ્રેરિત થયું છે.
ડ્રિલિંગ અને એક્સપ્લોરેશન માટે નોંધપાત્ર તકો છે કારણકે ભારત પાસે મોટી સંખ્યામાં કોલસાની નવી ખાણો તેમજ સબ-સરફેસ અનામતોની શોધ માટે ઘણી તકો ઉપલબ્ધ છે. સાઉથ વેસ્ટ પિનેકલ વૃદ્ધિના આગામી તબક્કાને હાંસલ કરવા માઇનિંગ વ્યવસાયમાં પ્રવેશ્યું છે, જેનાથી વર્તમાન આવકોમાં 2થી3 ગણી વૃદ્ધિ તથા માર્જીનમાં નોંધપાત્ર સુધારો થશે.