યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વર્ચ્યુઅલ રીતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધિત કર્યું. તેમણે સાઉદી અરેબિયાને ઓઈલના ભાવ ઘટાડવા કહ્યું અને વિશ્વભરના ઉદ્યોગપતિઓને અમેરિકામાં આવીને વેપાર કરવા કહ્યું.
ટ્રમ્પે કહ્યું કે તેઓ સાઉદી અરેબિયા અને ઓપેક (ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ)ને 'ઓઈલની કિંમત ઘટાડવા' કહેશે. ટ્રમ્પે કહ્યું- સાચું કહું તો મને આશ્ચર્ય થાય છે કે તેણે હજુ સુધી આવું કેમ નથી કર્યું.
ટ્રમ્પે કહ્યું કે જો ઓઈલની કિંમત નીચે આવશે તો યુક્રેનમાં યુદ્ધ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે ઓઈલની કિંમતમાં ઘટાડો કરવાની સાથે તેઓ વ્યાજદરમાં પણ ઘટાડો કરવાનો પ્રયાસ કરશે. ટ્રમ્પે દાવો કર્યો કે તેમની જીત બાદ અમેરિકામાં રોકાણ વધવા લાગ્યું છે.