આ વર્ષે માર્ચમાં પૂરા થઇ રહેલાં નાણાકીય વર્ષ 2023-24માં એરલાઇન ઇન્ડસ્ટ્રીમાં ઝડપી ગ્રોથ જોવા મળી રહ્યો છે. ડોમેસ્ટિક રૂટ્સ પર મુસાફરોની સંખ્યા 13% વધીને 15.4 કરોડ નોંધાઇ છે. જે પ્રી-કોવિડ એટલે 2019માં સ્થાનિક એર ટ્રાફિકની તુલનામાં 21% વધુ છે. તેમ છતાં એરલાઇન્સ કંપનીઓ ખોટમાંથી બહાર આવી શકી નથી. ચાલુ નાણાકીય વર્ષમાં પણ તે ખોટમાં રહે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રેટિંગ એજન્સી ઇકરાના “ડોમેસ્ટિક એર ટ્રાફિક રિપોર્ટ’ અનુસાર, એપ્રિલમાં સ્થાનિક રૂટ્સ પર મુસાફરોની સંખ્યા 1,328 કરોડ રહી હતી. તે એપ્રિલ 2023ની તુલનાએ 3.1% વધુ છે, પરંતુ આ વર્ષે માર્ચની તુલનામાં 0.6% ઓછી છે. ગત નાણાકીય વર્ષે સ્થાનિક એરલાઇન્સ કંપનીઓના આંતરરાષ્ટ્રીય મુસાફરો પણ 24% વધીને 2.97 કરોડ થઇ ગયા છે. તે વર્ષ 2019-20ની તુલનામાં 30% વધુ છે.