Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકી જેને મામા કહેતી હતી તે શખ્સે બાળકીને રૂમમાં પૂરી બીભત્સ વીડિયો બતાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના ગુપ્તાંગમાં દુખાવો ઉપડતાં તબીબી તપાસમાં નરાધમના પાપનો ભાંડાફોડ થયો હતો. આ શખ્સે બાળકી સાથે અવારનવાર કૃત્ય કર્યાનું પણ તપાસમાં ખુલ્યું હતું.


દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીની માતાએ બી.ડિવઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શ્રીનિવાસ ચંદર યમગરનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.9ને સોમવારે ધોરણ-6માં અભ્યાસ કરતી પુત્રીએ તેને ગુપ્તાંગની જગ્યાએ દુખાવો થતો હોવાનું કહેતા મહિલા પુત્રીને ડોક્ટર પાસે લઇ ગઇ હતી, ડોક્ટરે તપાસ કરતાં બાળકી સાથે કોઇ બીભત્સ હરકત અને બળજબરી કરી હોવાનું કહેતા મહિલા સ્તબ્ધ થઇ ગઇ હતી. મહિલાએ ઘરે આવીને પુત્રીને વિશ્વાસમાં લઇને પૃચ્છા કરતાં બાળકી રડવા લાગી હતી અને તેણે કહ્યું હતું કે, તા.8ને રવિવારે સાંજે શ્રીનિવાસ મામા આપણા ઘરના ઉપરના રૂમમાં અાવ્યા હતા અને તેણે પાણી આપી જવાનું કહેતા બાળકી રૂમમાં પાણી લઇને ગઇ હતી. તે સાથે જ શ્રીનિવાસે બારણું બંધ કરી દીધું હતું અને મોબાઇલમાં અશ્લીલ વીડિયો બતાવી બિભત્સ હરકત કરી હતી. ત્રણ માસમાં શ્રીનિવાસે આવું અનેક વખત કર્યું હતું.

પુત્રીની વાત સાંભળી મહિલા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શ્રીનિવાસને ઝડપી લીધો હતો. મહિલાએ ફરિયાદમાં એમ પણ કહ્યું હતું કે, શ્રીનિવાસ તેમના વતનનો હોય પંદર વર્ષથી તેની સાથે સંબંધ હતો અને ઘરે આવતો જતો હતો, કેટલાક મહિના પહેલા શ્રીનિવાસની સગાઇ થઇ હોવાથી મંગેતર સાથે ફોન પર વાત કરવા માટે બાળકીના ઘરના ઉપરના રૂમમાં અવારનવાર આવતો હતો અને તે આવું કૃત્ય પણ આચરતો હતો.