સુરતના ડીંડોલી વિસ્તાર આવેલા નવાગામ ખાતે એક યુવકની હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી એક યુવાનની હત્યા કરાઈ છે. હાલ તો ડીંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતેહદને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ ચાર દિવસ પેહલા થયેલા ઝઘડો થયો હતો અને કહેવામાં આવ્યું હતું કે, તેરા સર ધડ સે અલગ કર દેંગે.
આ અંગે મળતી માહિતી મુજબ સુરતના ડીંડોલી નવાગામ વિસ્તારમાં ધોળા દિવસે એક યુવાનની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ડીંડોલીના બિલિયાનગર સોસાયટીમાં યુવકની જાહેરમાં હત્યા કરાતા ચકચાર મચી ગઇ છે. અતુલ યાદવ નામના યુવકને બે લોકોએ હથિયારોના ઘા ઝીંકી પતાવી દીધો હતો. બે યુવકો જાહેરમાં યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. તેથી ડીંડોલી વિસ્તારમાં હત્યાની ઘટનાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાને પગલે ડીંડોલી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.