ચૈત્રી નવરાત્રીના સાતમા દિવસે મા દુર્ગાના કાલરાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મા કાલરાત્રી હંમેશાં તેમના ભક્તોને આશીર્વાદ આપે છે અને શુભ પરિણામ આપે છે. તેથી, માતાનું એક નામ શુભકારી પણ હતું. દેવી ભાગવત પુરાણ અનુસાર માતા કાલરાત્રી અભય વરદાનથી ગ્રહોના અવરોધોને દૂર કરે છે. વ્યક્તિને આકસ્મિક કટોકટીથી રાહત મળે છે.દુર્ગાજીનું સાતમું સ્વરૂપ માતા કાલરાત્રિ છે. તેમનો રંગ કાળો હોવાને લીધે તેઓ કાલરાત્રી તરીકે નામના પામ્યા છે. અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા માટે દેવી દુર્ગાએ પોતાના તેજથી માતા કાળરાત્રિને ઉત્પન્ન કર્યા હતા. તેમની પૂજા શુભ ફળદાયી હોવાને લીધે તેમને શુભંકારી પણ કહે છે.
માન્યતા છે કે માતા કાલરાત્રીની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે, માતા કાલરાત્રી પરાશક્તિઓ(કાળા જાદુ)ની સાધના કરતા જાતકોની વચ્ચે ખૂબ જ જાણીતા છે, માતાની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહ બાધાઓ દૂર થઈ જાય છે.
માતાનું આ સ્વરૂપ રિદ્ધિ-સિદ્ધિ પ્રદાન કરે છે મા કાલરાત્રીનું વાહન ગદર્ભ એટલે કે ગધેડો છે, જે તમામ પ્રાણીઓમાં સૌથી સખત મહેનતુ અને નિર્ભય છે. માતા આ વાહન પર દુનિયા ફરે છે. દેવીનું આ સ્વરૂપ બધી રિદ્ધિ-સિધ્ધિઓ પ્રદાન કરે છે. માતા તેના ભક્તોને આ સ્વરૂપથી કાળથી બચાવે છે, એટલે કે જે ભક્ત માતાના આ સ્વરૂપની પૂજા કરે છે, તે અકાળે મૃત્યુ પામતો નથી.
અસુરોનો વધ કરવા માટે માતા દુર્ગા કાલરાત્રી બન્યા દેવી કાલરાત્રીનું શરીર રાતના અંધારા જેવું કાળું હોય છે તેમના વાળ વિખેરાયેલાં છે અને તેમના ગળામાં વિધુતની માળા છે, તેમના ચાર હાથ છે જેમાં તેમને એક હાથમાં કટાર અને એક હાથમાં લોખંડનો કાટો ધારણ કરેલો છે, તે સિવાય તેમના બે હાથ વરમુદ્રા અને અભય મુદ્રામાં છે, તેમના ત્રણ નેત્ર છે તથા તેમના શ્વાસથી અગ્નિ નિકળતી હોય છે.