વડોદરા શહેરમાં ભાજપના કાર્યકર ગોપાલ ચુનારા પર તેમના દૂરના સગાઓએ 9 મેના રોજ હુમલો કર્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. આ મામલે પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને ગણતરીના કલાકોમાં બે આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે, 9 મેના રોજ ફરિયાદીએ ફરિયાદી આપી હતી. જેમાં 2 લોકોએ હુમલો કર્યો હોવાની વાત કરી હતી અને તે સમયે ફરિયાદી ભાનમાં હતો અને તેને જ ફરિયાદ આપી હતી. પહેલા તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં ફરિયાદી બેભાન હોવાની જાણ થઈ હતી. જેથી અમે આ મામલે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન આજે ફરિયાદનું સારવાર દરમિયાન મોત થયું છે અને અમે હત્યાની કલમ ઉમેરીને બે આરોપીની ધરપકડ કરી છે.