લાહોરની એક ગર્લ હોસ્ટેલના વોશરૂમમાં કેમેરા છુપાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો લાહોરના જેહાર વિસ્તારનો છે. આ છુપાવેલા કેમેરા દ્વારા હોસ્ટેલમાં રહેતી યુવતીઓના અશ્લીલ વીડિયો બનાવવામાં આવતા હતા.
હોસ્ટેલમાં રહેતી યુવતીના કાકાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. આ પછી પોલીસે હોસ્ટેલમાં દરોડો પાડ્યો અને વોશરૂમમાં લાગેલા કેમેરા કબજે કર્યા હતા. સમા ટીવીના જણાવ્યા અનુસાર હોસ્ટેલમાં 40 જેટલી યુવતીઓ રહેતી હતી. આ તમામને હોસ્ટેલ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.
તમામ યુવતીઓએ છુપાવેલા કેમેરાની વાત કબૂલ કરી પોલીસે તમામ 40 યુવતીઓના નિવેદન નોંધ્યા છે. બધાએ કહ્યું કે તેમને તેમના વોશરૂમમાં છુપાવેલા કેમેરા મળી આવ્યા છે. જો કે, પોલીસ હોસ્ટેલમાં પહોંચી ત્યાં સુધીમાં તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે તમામ સામે ગુનો નોંધ્યો છે.
થોડા મહિના પહેલા પાકિસ્તાનમાં પણ આવું જ એક સ્કેન્ડલ સામે આવ્યું હતું. જેમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બહાવલપુરની ઈસ્લામિયા યુનિવર્સિટીના સુરક્ષા અધિકારીના મોબાઈલ ફોનમાંથી વિદ્યાર્થીનિઓની પોર્ન વીડિયો ક્લિપ મળી આવી હતી.