Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કેન્દ્રએ વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવાનો ઇનકાર કર્યો છે. 10 નવેમ્બરે ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે આ અંગે કેરળ સરકારને પત્ર લખ્યો હતો. આમાં તેમણે કહ્યું કે SDRF-NDRFની હાલની માર્ગદર્શિકા હેઠળ, કોઈપણ આપત્તિને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવાની કોઈ જોગવાઈ નથી.


ઓગસ્ટમાં રાજ્ય સરકારે વડા પ્રધાન મોદીને પત્ર લખીને વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માગણી કરી હતી. આ સિવાય રાહુલ ગાંધીએ પણ 7 ઓગસ્ટે લોકસભામાં આ જ માંગણી કરી હતી.

વાસ્તવમાં, વાયનાડના મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામમાં 29 જુલાઈની રાત્રે 2 વાગ્યાથી સવારે 4 વાગ્યાની વચ્ચે ભૂસ્ખલન થયું હતું. જેમાં 400થી વધુ લોકોના મોત થયા હતા.