અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જેફ્રી એપસ્ટીન સાથે જોડાયેલી તપાસ હેઠળ શુક્રવારે રાત્રે અઢી વાગ્યે (ભારતીય સમય મુજબ) ત્રણ લાખ દસ્તાવેજો જાહેર કર્યા છે. જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, પોપ સિંગર માઈકલ જેક્સન, હોલીવુડ એક્ટર ક્રિસ ટકર, બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રુ જેવા દિગ્ગજોની તસવીરો સામે આવી છે.
કેટલીક તસવીરોમાં ક્લિન્ટન છોકરીઓ સાથે પૂલમાં નહાતા અને પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે. આ તમામ તસવીરો 4 સેટમાં જાહેર કરવામાં આવી છે. આમાં કુલ મળીને 3,500 થી વધુ ફાઈલો છે, જેમાં 2.5 GB થી વધુ તસવીરો અને દસ્તાવેજો સામેલ છે.