Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ નિરજા ગુપ્તાએ આવતાની સાથે જ યુનિવર્સિટીની છબી સુધારવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા HPP કોર્ષ પર યુનિવર્સિટી પોતાનું નિયંત્રણ લાવવા જઈ રહી છે. હવેથી HPP કોર્ષના ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ જે તે વિભાગના કો-ઓર્ડીનેટર અને નોલેજ પાર્ટનર ઈશ્યુ નહીં કરી શકે.

શું છે હાયર પેમેન્ટ પ્રોગ્રામ?
HPP એટલે કે હાયર પેમેન્ટ પ્રોગ્રામ. ગુજરાત યુનિવર્સિટીમાં આવા આશરે 40થી 50 જેટલા કોર્ષ ચાલે છે. આ કોર્ષની ફી સામાન્ય ફી કરતા પ્રમાણમાં થોડી વધારે હોય છે. આ કોર્ષમાં ડિપ્લોમા અને ડીગ્રી કોર્ષના સર્ટિફિકેટ જે તે વિભાગના કોર્ડીનેટર તથા નોલેજ પાર્ટનર તરફથી આપવામાં આવતા હતા, જેના પર હવે રોક લગાવવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીમાં અનેક પ્રકારના HPP કોર્ષ ચાલી રહ્યા છે. જેમાં કેટલીક ખાનગી સંસ્થાઓને નોલેજ પાર્ટનર તરીકે રાખીને અનેક કોર્સ શરૂ કરવામાં આવ્યા હતા. આ કોર્ષની ફી યુનિવર્સિટીની ફી કરતા વધારે હતી. આ કોર્ષના કારણે ગુજરાત યુનિવર્સિટી અને ખાનગી સંસ્થાઓને આવક થતી હતી. હવે આ કોર્ષ અને કોર્ષ થકી થતા આર્થિક ફાયદા પર ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની સીધી નજર રહેશે. અનેક HPP કોર્ષમાં અભ્યાસ કરાવવા એક્સપર્ટની મદદ લેવાતી હતી, આ એક્સપર્ટને રૂપિયા પણ ચૂકવવામાં આવતા હતા, જેની પર પણ હવે લગામ લાગશે.