Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ICC T-20 વર્લ્ડ કપ 2024ની 37મી મેચ બાંગ્લાદેશ અને નેપાળ વચ્ચે રમાશે. મેચ કિંગસ્ટાઉનના અર્નોસ વેલ ગ્રાઉન્ડ ખાતે સવારે 5 વાગ્યે શરૂ થશે. મેચનો ટૉસ સવારે 4:30 કલાકે થશે.


બાંગ્લાદેશ અને નેપાળ બીજી વખત T20 ઈન્ટરનેશનલમાં સામસામે ટકરાશે. આ પહેલાં બંને 2014ના T-20 વર્લ્ડ કપમાં જ સામસામે આવ્યા હતા. ત્યારે બાંગ્લાદેશે નેપાળને 8 વિકેટે હરાવ્યું હતું.

2 મેચ જીત્યા બાદ બાંગ્લાદેશના 4 પોઈન્ટ છે. છેલ્લી મેચમાં નેપાળને હરાવીને ટીમ સુપર-8માં પહોંચી જશે, જો તે હારશે તો ટીમને છેલ્લી મેચમાં નેધરલેન્ડ્સની પણ હાર માટે પ્રાર્થના કરવી પડશે. તો નેપાળની ટીમ 2 મેચ હારીને સુપર-8ની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન T-20 ઈન્ટરનેશનલમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટર છે. તેણે 125 મેચમાં 2515 રન બનાવ્યા છે. બોલિંગમાં પણ તે ટોપ પર છે. તેણે 125 મેચમાં 146 વિકેટ લીધી છે.