રાજકોટના સરધાર નજીક બેકાબૂ ટ્રકે રિક્ષાને ઠોકરે લેતા આઠ વ્યક્તિને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘંટેશ્વર પાસે રહેતા ભરતભાઇ શામજીભાઇ સાથણિયા તા.31ના રોજ તેના પરિવારના અન્ય સાત વ્યક્તિ સાથે રિક્ષામાં જતા હતા ત્યારે સરધાર પાસે ટ્રકે ઠોકરે લેતા સાત વ્યક્તિને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં સારવાર દરમિયાન ભરતભાઇનું મોત નીપજતા આજી ડેમ પોલીસે તપાસ કરતા મૃતક ભંગારનો ધંધો કરતા હતા અને પાંચ ભાઇ અને એક બહેનમાં નાના હોવાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.