શહેરમાં 80 ફૂટ રિંગ રોડ પર નવા થોરાળા પાસેના આંબેડકરનગરમાં રહેતી યુવતીએ તેના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવને પગલે થોરાળા પોલીસે તપાસ કરતા મૃતક પાંચ બહેન અને એક ભાઇમા નાની હતી અને તેના મોટા ભાઇના લગ્ન થતા ન હોય તેની ચિંતામાં આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આંબેડકરનગરમાં રહેતી મોનિકાબેન કરશનભાઇ ભોજાણી (ઉ.23)એ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા થોરાળા પોલીસે તપાસ કરતા મૃતક ચાર બહેન અને એક ભાઇમાં વચેટ હોવાનું અને તેના મોટા ભાઇના લગ્ન થતા ન હોય તેની ચિંતામાં પગલું ભરી લીધાનું તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.