Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

લોકસભા ચૂંટણીમાં જીતના એક અઠવાડિયા બાદ રાહુલ અને પ્રિયંકા ગાંધી 11 જૂન મંગળવારે પહેલીવાર રાયબરેલી પહોંચ્યાં હતાં. રાહુલે કહ્યું- મોદી અને શાહ દેશના પાયા સાથે રમત રમી રહ્યા છે, તેથી દેશ એક થઈ ગયો.


દેશના વડાપ્રધાન હિંસાની રાજનીતિ કરે છે એ પહેલીવાર જોવા મળ્યું. જનતામાં નફરત ફેલાવે છે. ત્રણ ઉદ્યોગપતિને ફાયદો કરાવે છે.

રાહુલે કહ્યું- તમે જોયું, તેઓ (ભાજપ) અયોધ્યા બેઠક હારી ગયા. અયોધ્યા મંદિર બનાવ્યું, પરંતુ ઇનોગ્યુરેશન વખતે એકપણ ગરીબ ન હતો. દેશના રાષ્ટ્રપતિને કહ્યું હતું કે તમે અહીં ન આવી શકો.

અયોધ્યામાં જ નહીં, વડાપ્રધાન પણ જીવ બચાવીને વારાણસીથી ભાગી છૂટ્યા હતા. જો મારી બહેન પ્રિયંકા અહીં ચૂંટણી લડી હોત તો પીએમ 2થી 3 લાખ વોટથી હારી ગયા હોત.

આ પહેલાં પ્રિયંકા ગાંધીએ કહ્યું- જ્યારે હું ચૂંટણી લડવા આવી હતી ત્યારે મેં કહ્યું હતું કે મારી પાસે 300 કલાક છે. તમે લોકો 2-2 કલાક સૂઈ જાઓ. બાકીના સમયમાં કામ કરવાનું છે. અવધમાંથી જીતીને અમે આખા દેશને સંદેશો આપ્યો છે.