ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ IPL ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સના હેડ કોચ બન્યા છે. રાજસ્થાન રોયલ્સે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું
રાજસ્થાન રોયલ્સના સીઈઓ જેક લુશ મેકક્રમે કહ્યું, "અમે ભારતીય ટીમ સાથે દ્રવિડનું કોચિંગ જોયું છે. તેનો રોયલ્સ સાથે પણ ઊંડો સંબંધ રહ્યો છે, અમે રમત અને ટીમ માટે તેનો જુસ્સો જોયો છે.
રાજસ્થાનના કોચ બન્યા બાદ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે વર્લ્ડ કપ પછી મને લાગ્યું કે અન્ય પડકાર સ્વીકારવાનો આ યોગ્ય સમય છે અને તેના માટે રાજસ્થાન રોયલ્સ શ્રેષ્ઠ વિકલ્પ છે. રાજસ્થાન રોયલ્સના માલિક મનોજ બાદલેએ કહ્યું કે અમે છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ સારું પ્રદર્શન કર્યું છે પરંતુ હજુ ઘણું શીખવાનું બાકી છે. દ્રવિડના પરત ફરવાથી અમારી પ્રગતિ ઝડપી બનશે.