સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 320 રૂપિયા વધીને 72,160 રૂપિયા પર પહોંચી ગયો છે. તેમજ, એક કિલો ચાંદી 800 રૂપિયા મોંઘી થઈને 91,300 રૂપિયામાં વેચાઈ રહી છે.
આ વર્ષે સોનાની કિંમત 8,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધી છે. વર્ષની શરૂઆતમાં તે રૂ. 63,870 પર હતું. જ્યારે ચાંદી રૂ.72,160 પ્રતિ કિલો હતી. એટલે કે આ વર્ષે ચાંદીમાં 19,140 રૂપિયાનો વધારો થયો છે.
HDFC સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ સોના અને ચાંદીમાં વધારો જોવા મળી શકે છે. આગામી એક વર્ષમાં સોનાની કિંમત 80 હજારથી 85 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. જ્યારે ચાંદી પણ 1 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.