પ્રાઈમરી માર્કેટમાં ફરી એકવાર મજબૂત સ્થિતી જોવા મળી શકે છે.ઇક્વિટી માર્કેટની મજબૂત સ્થિતીના કારણે આગામી ત્રણ-ચાર માસમાં 30-35 કંપનીઓ આઇપીઓ યોજી રહ્યાં છે. આ કંપનીઓ બજારમાંથી સરેરાશ રૂ.55,000 કરોડનું જંગી ભંડોળ એકત્ર કરી શકે છે. મોદી સરકારના પુનરાગમન સાથે, રોકાણકારોનો બજારમાં વિશ્વાસ ફરી વધ્યો છે.હવે 100 દિવસના એક્શન પ્લાન પર ફોકસ છે. બજારને અત્યાર સુધીની દરેક વસ્તુ પસંદ આવી છે.
આ જ કારણ છે કે સેન્સેક્સ 76811 અને નિફ્ટી 23399ની નવી ઉંચી સપાટી પર પહોંચ્યા છે. જોકે, હવે તમામ વર્ગની નજર આગામી મહિનામાં રજૂ થનારા બજેટ પર પડી છે. મોટાભાગની કંપનીઓ બજેટ બાદ આઇપીઓ લાવવાની વિચારણા કરી રહી છે. હ્યુંડાઇ કંપનીનો 18,000 કરોડ અને બજાજ ગ્રુપની બજાજ હાઉસિંગ ફાઇ.નો 7,000 કરોડનું અનુમાન છે તેવો નિર્દેશ આઇપીઓ માર્કેટના નિષ્ણાત પરેશ વાધાણીએ દર્શાવ્યો હતો.