વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા ભારતમાં પરિવારોની સરેરાશ આવક સતત વધી રહી છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્કના ઘરેલુ આવક વિતરણ અનુમાન મુજબ 10 વર્ષ પછી એટલે કે 2034માં દેશના લગભગ 9.5% પરિવારોની આવક વાર્ષિક 34 લાખ રૂપિયાથી વધુ હશે.જેના પરિણામે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાતોનું કહેવું છે કે 10 વર્ષમાં સરેરાશ 7 કરોડ પરિવારો નવું ઘર ખરીદવાની સ્થિતિમાં હશે.
આ સિવાય અંદાજે 3 કરોડ પરિવારો તેમના ઘરોને અપગ્રેડ કરશે. પરિણામે આ દાયકામાં એટલે કે 2024 થી 2034ની વચ્ચે દેશભરમાં સરેરાશ 10 કરોડ નવા મકાનોની માંગ ઉભી થશે. દેશની નવી સરકારમાં ખાસ કરીને હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.આવી સ્થિતિમાં, નાઈટ ફ્રેન્કને અપેક્ષા છે કે આવકના સ્તરમાં વધારો થવાથી માગ વધી શકે છે.