સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદા જુદા કોર્સની પરીક્ષા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લેવામાં આવી રહી છે ત્યારે સોમવારે થાનગઢની દોઢીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બી.કોમ. સેમેસ્ટર-4માં એક કોપીકેસ નોંધાયો હતો. જ્યારે બીજી બાજુ ઉપલેટાની મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બીએ સેમેસ્ટર-4માં પણ એક કોપીકેસ નોંધાયો હતો.
યુનિવર્સિટીની પરીક્ષા શરૂ થઇ ત્યારથી કોપીકેસ પકડાવાનો સિલસિલો યથાવત્ છે. યુનિવર્સિટીના સીસીટીવી મોનિટરિંગ રૂમમાંથી દરેક કોલેજોનું મોનિટરિંગ કરવામાં આવે છે. ક્યારેક સીસીટીવી રૂમમાંથી પણ ઓબ્ઝર્વરને સૂચિત કરીને ક્યા ચોરી થાય છે તેનું ધ્યાન દોરવામાં આવે છે. કોપીકેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓને ઈડીએસીની બેઠકમાં હિયરિંગ માટે બોલાવાશે.