Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની વચ્ચે મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે પરાજય આપ્યો હતો. આ મેચમાં કૃણાલ પંડ્યાએ ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. તો કેએલ રાહુલે ખૂબ જ સંભાળીને બેટિંગ કરીને ટીમને જીતની ખૂબ જ નજીક લાવી દીધું હતું. આ જીત સાથે જ લખનઉ સુપર જાયન્ટ્સ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર પહોંચી ગઈ છે. ટીમે હોમગ્રાઉન્ડ પર આ સિઝનની બીજી મેચ જીતી છે.

લખનઉની પીચ શરૂઆતથી જ સ્પિનર્સ માટે મદદરૂપ થવા લાગી હતી. હૈદરાબાદના બેટર્સ તેમની સ્પિન અટેક સામે ફસાઈ ગયા હતા. ટીમે સાવધાનીપૂર્વક બેટિંગ ના કરી અને સ્પિનર્સને જ 6 વિકેટ આપી બેઠા હતા.

બેટર્સની ધીમી રમત
હૈદરાબાદના બેટર્સે અત્યંત ધીમી બેટિંગ કરી હતી. રાહુલ ત્રિપાઠીએ 41 બોલમાં 35 રન બનાવ્યા, જ્યારે વોશિંગ્ટન સુંદર 28 બોલ રમ્યો અને માત્ર 16 રન જ બનાવી શક્યો. ટીમના 5 બેટર્સ ડબલ ડીજીટને પણ ક્રોસ કરી શક્યા નહોતા. ટીમ માત્ર 121 રન જ બનાવી શકી હતી.