મોરબીના જ્વેલર્સ શોપના માલિક સાથે તેના જ સ્ટાફના સભ્યોએ મિલિભગત કરી, સોનાના દાગીના ઉંચા ભાવે વેચી બાદમાં તેના નાણાં પેઢીમાં જમા ન કરીને અઢી કરોડથી વધુની રકમની છેતરપિંડી આચરી હતી.
મોરબીના શનાળા રોડ અને રવાપર રોડની વચ્ચે રામચોક સામે આવેલા સોનાના દાગીનાના ભવ્ય શોરૂમ તનિષ્કના સ્ટાફે વિશ્વસનીયતાના નામે માલિક સાથે અઢી કરોડથી વધુની છેતરપિંડી આચરી છે.
પોલીસે માલિકની ફરિયાદના આધારે મેનેજર હરિભાઈ ભટ્ટી, ધવલ અલ્પેશ પટ્ટણી, આશિષ ગુણવંત માંડલિયા, ઈરફાન સાદિક વડગામાની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી હતી.
મોરબીમાં તનિષ્ક બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી ધરાવતા ભાગીદાર વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આ શો રૂમની જવાબદારી સ્ટોર મેનેજર તરીકે હરીભાઈ જયંતીલાલ ભટી સ્ટોકની જવાબદારી સંભાળતા તેમજ બુટીક સેલ્સ ઓફીસર ધવલ અલ્પેશભાઈ પટણીની સ્ટોક ઇન આઉટ કરવાની જવાબદારી સંભાળતો હતો.