Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આઠમાં ટી-20 વર્લ્ડ કપનો 16મી ઓક્ટોબરથી પ્રારંભ થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટમાં 16 ટીમો રમશે. 16 થી 21 ઓક્ટોબરે 8 ટીમો વચ્ચે ક્વોલિફાયર રમાશે, જેમાંથી 4 ટીમ સુપર-12 રાઉન્ટમાં પહોંચશે. મોટી ટીમો તે રાઉન્ડમાં પહેલા જ પહોંચી ચૂકી છે. ગ્રૂપ-1ને ડેથ ગ્રૂપ મનાય છે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સાથે, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન છે. ગ્રૂપ-2માં ભારત, પાકિસ્તાન, દ.આફ્રિકા, બાંગ્લાદેશ છે. ગત વર્લ્ડ કરતા સમીકરણો ઘણા બદલાયા છે, કારણ કે- હવે યુએઈની જેમ ધીમી પિચો પર વર્લ્ડ કપ નથી રમાવવાનો. ઓસ્ટ્રેલિયાની પેસ અને બાઉન્સવાળી પિચો ઘણી અલગ રહેશે.

ગત વર્ષે પ્રથમ ટી-20 વર્લ્ડ કપ જીતનાર ટીમ આ વખતે પણ જીતની પ્રબળ દાવેદાર છે. ટી-20 રેન્કિંગમાં ભલે ટીમ ટોપ-5માં પણ નથી, પરંતુ શાનદાર બોલિંદ અટેકને કારણે ટીમને ઘરઆંગણે રમવાનો સંપૂર્ણ ફાયદો મળશે. ટીમે આ વર્ષે 15 માંથી 9 ટી-20 મેચ જીતી છે, જ્યારે 5 હારી છે. હાલમાં વિન્ડીઝને ઘરઆંગણે 2-0થી હરાવ્યું. આ ઉપરાંત ટોચના ખેલાડીઓ વિના ભારતને તેના ઘરઆંગણે ટક્કર આપી. ઓસ્ટ્રેલિયાએ આ વર્ષે 5 માંથી 4 સીરિઝ પર કબ્જો કર્યો છે.

ઈંગ્લેન્ડ ટીમ 2010 બાદ ટી-20 વર્લ્ડ કપ ટાઈટલ જીતી શકી નથી. રેન્કિંગમાં બીજા ક્રમે છે. ગતવર્ષે સેમિફાઈનલમાં બહાર થનારી ટીમ પાસે બટલર તરીકે આ વખતે નવો કેપ્ટન છે. પોતાના અંતિમ વન-ડે વર્લ્ડ કપમાં ટીમને ચેમ્પિયન બનાવનાર સ્ટોક્સ ટીમમાં પરત ફર્યો છે. હાલમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને તેના ઘરઆંગણે 4-3થી હરાવ્યું હતું. આ સાથે પર્થમાં જીત હાંસલ કરી ઓસ્ટ્રેલિયામાં ટી-20 જીતનો 11 વર્ષનો દુકાળનો અંત કર્યો, જે પછીટાઈટલ જીતવાની દાવેદારી વધુ મજબૂત થઈ રહી છે.