દેશમાં કેન્સરના કુલ દર્દીઓમાં આશરે આઠ ટકા દર્દી બ્લડ કેન્સરના છે. આમાં પણ વાર્ષિક 15 હજાર બાળકો શિકાર થઇ રહ્યાં છે. કાર-ટી સેલ એટલે કે ઇમ્યુનોથેરાપીથી બ્લડ કેન્સરના ચોથા તબક્કામાં પણ 90 ટકા સુધી સફળ સારવાર શક્ય છે.
આઇઆઇટી બોમ્બે અને તાતા મેમોરિયલે આની શોધ કરી છે. આ થેરાપીમાં દર્દીની ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં આવે છે. તે જ ટ્યૂમરને ખતમ કરી નાંખે છે. કિમોથેરાપી અથવા તો રેડિયોથેરાપીની જેમ આની અસર શરીરના બીજા હિસ્સામાં ખૂબ ઓછી અથવા તો નહીંવત્ સમાન છે. કેન્સરના જે 30 ટકા દર્દીઓ પર કોઇ સારવાર અસર કરતી નથી તેમાં પણ આ થેરાપી 60-70 ટકા અસરકારક રહી છે.
કાર ટી-સેલ થેરાપીથી ભારતમાં કયા કેન્સરના દર્દીઓની સારવાર થઇ રહી છે? બાકીના દર્દીઓને ક્યારે સારવાર મળશે?
પુખ્તવયના લ્યુકેમિયા અને લિમ્ફોમા રોગીઓ માટે દેશમાં કાર-ટી સેલ થેરાપીથી સારવાર કરવામાં આવી રહી છે. બાળકોના કેન્સર માટે ટ્રાયલ પ્રક્રિયા ચાલી રહી છે. શક્યત: આગામી વર્ષ સુધી સારવાર મળતી થશે.