Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં નાના ખેડૂતો માટે ખાતર અને મજૂરીનો ઉચ્ચ ખર્ચ સૌથી મોટો પડકાર છે. એક સરવેમાં 55% ખેડૂતોએ કહ્યું કે મોંઘું ખાતર ત્રણ મોટા પડકારોમાંથી એક છે. મોંઘી વીજળી (47%), અસ્થિર આવક (37%) અને પાકની સુરક્ષાનો ખર્ચ (36%) અન્ય પડકારો છે. જર્મનીની એગ્રી સાયન્સ કંપની બાયર ક્રોપસાયન્સે 2,056 નાના ભારતીય ખેડૂતો પર એક સરવે કર્યો છે. તેમાં 42% ખેડૂતોએ આશંકા વ્યક્ત કરી છે કે બદલાતા મોસમથી ઉપજમાં ઘટાડો થશે.

બાયરે આ સરવે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ચીન, જર્મની, ભારત, કેન્યા, યુક્રેન અને અમેરિકાની મોટી અને નાની જમીન ધરાવતા ખેડૂતો પર કર્યો છે. દર 10માંથી 8 ખેડૂતોને શ્રેષ્ઠ ભવિષ્યની આશા: સરવેમાં સામેલ 60% ભારતીય ખેડૂતોએ કહ્યું કે ડિજિટલ ટેક્નોલોજી અને આધુનિક રીતે પાકની સુરક્ષાથી સૌથી વધુ ફાયદો થશે. બાયર અનુસાર ભારતના નાના ખેડૂતો આશાવાદી વલણ ધરાવે છે. દર 10માંથી 8 ખેડૂતો ભવિષ્યને લઇને સકારાત્મક છે.