શહેરમાં રહેતી અને નર્સિંગનો અભ્યાસ કરતી એક યુવતીએ વાંકાનેરના કાનપર ગામે રહેતા અરશદ ઇલ્યાસભાઇ સેરસિયા નામના શખ્સ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તા.21-6ના રોજ ઘરેથી નીકળી ગઇ હતી જેથી તેના પિતાએ પોલીસમાં જાણ કરી હતી. દશેક માસ પહેલાં તે મોરબી પંથકની એક હોસ્પિટલમાં કામ કરતી હતી ત્યારે સાથે કામ કરતો કાનપર ગામનો અરશદ સેરસિયા સાથે પરિચય થયો હતો.
દરમિયાન એક બીજા ફોનમાં વાતચીત કરતા હોય અને અરશદ કહેતો કે, હું કુંવારો છું અને તારી સાથે જ લગ્ન કરીશ તેવી બાંહેધરી આપી હતી. અગાઉ તેણે શરીરસંબંધ બાંધ્યો ન હતો બાદમાં તેને બીજે લગ્ન કરી લીધા હતા અને જાણ થતા તેને અરશદને ફોન કરવાની ના પાડી હતી. તેમ છતાં અવારનવાર ફોન કરતો અને કહેતો કે તું મારી સાથે વાત નહીં કરે તો તારા પરિવારને હેરાન કરીશ અને તારા ભાઇને ઉપાડી લઇશ તેવી ધમકી આપતો હોય તા.21ના રોજ તેના ઘરે હતી ત્યારે અરશદે ફોન કરી કહ્યું કે, તું મારી સાથે અમદાવાદ આવી જા આપણે ત્યાં નોકરી કરીશું અને સાથે રહીશું અને અમદાવાદ સારી નોકરી પણ મળી જશે જેથી તેને ના પાડતા તેને નહીં આવેતો તારા પરિવારને હેરાન કરીશ તેવી ધમકી આપતા તે ડરી ગઇ હોય અને ફરીથી અરશદનો ફોન આવ્યો હતો અને તે માધાપર ચોકડી પાસે છું આવી જા જેથી મારા પરિવારને હેરાન ન કરે એ માટે થઇને હું ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઇ હતી.