Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જર્મનીમાં હવે સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ લખવા પર પ્રવાસીઓની ઘર વાપસી થઈ જશે. જેના માટે સરકારે કાયદાના ડ્રાફ્ટ પર સહમતિ જતાવી છે. પ્રસ્તાવિત કાયદા હેઠળ આતંકવાદનું સમર્થન કરનારી સોશિયલ મીડિયા પોસ્ટને લાઈક કરવા, પોસ્ટ કરવા, તેને શેર કરવા અને ત્યાં સુધી કે પોસ્ટ પર સમર્થનમાં કોમેન્ટ કરવા પર પણ જર્મનીમાંથી દેશનિકાલ કરી શકાશે.


અહીં કાયદો યહૂદીઓ અને મુસલમાનો વિરુદ્ધ વધતાં હેટ ક્રાઈમથી ઇઝરાયલ પર હુમલો અને અન્ય આતંકવાદી કૃત્યોની પ્રશંસા કરનારી નફરતથી ભરેલી પોસ્ટના જવાબમાં પગલાં લેવામાં આવ્યાં છે.

જર્મનીના આંતરિક મંત્રાલય અનુસાર આ કાયદો પસાર થશે તો આતંકવાદને સોશિયલ મીડિયા પર સમર્થન આપનારાઓને બહાર કરવાની પ્રક્રિયા ઝડપી બનશે. અત્યાર સુધી કોઈ પણ પ્રવાસીને દેશમાંથી કાઢવા માટે ફોજદારી ગુનામાં દોષી સાબિત કરવો જરૂરી હોય છે.

જોકે કાયદો પસાર થયા પછી હવે ફોજદારી કેસોમાં દોષી સાબિત થવું જરૂરી નહીં હોય. હવે માત્ર ભડકાઉ પોસ્ટના આધારે દેશમાંથી બહાર કરી શકાશે. હાલના સમયમાં જર્મનીમાં લગભગ 50 હજાર ભારતીયો રહે છે. આ કાયદાની અસર ભારતીયો પર પણ પડશે. ચાન્સેલર ઓલાફ શોલ્જે કાયદો લાવવા પાછળનું કારણ જણાવતાં કહ્યું કે આતંકવાદના સમર્થન અને પ્રશંસાથી લખાયેલી પોસ્ટ પીડિતો, તેના પરિવારો અને આપણી લોકતાંત્રિક વ્યવસ્થા માટે સમસ્યા છે.