Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગ્રેટર નોઈડામાં રમાઈ રહેલી અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ ભીના મેદાનને કારણે શરૂ થઈ શકી નથી. મેચના પહેલા દિવસે વરસાદના કારણે સોમવારે સવારે ટોસ પણ થઈ શક્યો નહોતો. અંતે અમ્પાયરોએ સમય પહેલા લંચ લીધું હતું.


ગ્રેટર નોઈડામાં છેલ્લા બે અઠવાડિયાથી સતત વરસાદ થઈ રહ્યો છે. ગત રાત્રે પણ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે જમીન ભીની થઈ ગઈ અને હજુ સુકાઈ નથી. ગ્રાઉન્ડસમેન સુપર સુપરચાર્જરની મદદથી ગ્રાઉન્ડને રિપેર કરવામાં વ્યસ્ત છે.