Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ સોમવાર, 12 મેના રોજ, સેન્સેક્સ 2975 પોઈન્ટ (3.74%) વધીને 82,430 પર બંધ થયો. આ વર્ષનો સેન્સેક્સનો સૌથી મોટો ઉછાળો છે. અગાઉ, 15 એપ્રિલે સેન્સેક્સ 1,577પોઈન્ટ અથવા 2.10% વધ્યો હતો.


સેન્સેક્સના 30 માંથી 28 શેરોમાં તેજી જોવા મળી. ઇન્ફોસિસના શેર 7.67%, HCL ટેકના શેર 5.97%, ટાટા સ્ટીલના શેર 5.64%, ઝોમેટોના શેર 5.51%, ટીસીએસના શેર 5.42% અને ટેક મહિન્દ્રાના શેર 5.36% વધ્યા હતા.

નિફ્ટી પણ 917 પોઈન્ટ (3.82%) વધીને 24,925 પર બંધ થયો. NSEના IT ઇન્ડેક્સમાં 6.70%, રિયલ્ટીમાં 5.93%, મેટલમાં 5.86%, ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 4.21% અને ઓટોમાં 3.41%ની તેજી રહી. તેમજ, FMCG, મીડિયા અને બેંકિંગ શેર 3%થી વધુની તેજી સાથે બંધ થયા.

Recommended