રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અટલ સરોવર ખાતે મેયર નયનાબેન પેઢડીયાએ સૌરાષ્ટ્રના સૌથી ઉંચા 70 મીટરનો ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી. જેમાં નવી 25 ઈલેક્ટ્રીક અને 48 CNG બસ શરૂ કરવાનું જાહેર કર્યુ હતું તો ગરીબ-મધ્યમ વર્ગ માટે 2,304 આવાસનો ડ્રો થયો, સફાઈ કામદારોની ભરતીની વય મર્યાદા 40થી વધારી 45 કરાઈ, લોક દરબારમાં આવેલી 1,547માંથી 756 ફરિયાદોનો નિકાલ થયો એવું જણાવવામાં આવ્યું હતું.