Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રણજી ટ્રોફી 2023/24ની બંને સેમિફાઈનલ મેચ શનિવારથી રમાઈ રહી છે. પ્રથમ સેમિફાઈનલ મધ્યપ્રદેશ અને વિદર્ભ વચ્ચે રમાઈ રહી છે. તો બીજી સેમિફાઈનલ મુંબઈ અને તમિલનાડુ વચ્ચે ટક્કર જોવા મળી છે.


રવિવારે મેચના બીજા દિવસે મુંબઈ માટે શાર્દૂલ ઠાકુરે સદી ફટકારી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાર્દૂલની આ પ્રથમ સદી છે. તે જ સમયે ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો મિડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યર પ્રથમ દાવમાં નિષ્ફળ રહ્યો હતો.

શાર્દૂલની સદીએ મુંબઈને શાનદાર રીતે લીડ અપાવી
ટુર્નામેન્ટની બીજી સેમિફાઈનલ મેચના બીજા દિવસે મુંબઈ માટે શાર્દૂલ ઠાકુરે સદી ફટકારી હતી. 9માં નંબર પર બેટિંગ કરવા આવેલા શાર્દૂલે 105 બોલમાં 109 રન બનાવ્યા હતા. તેના સિવાય સરફરાઝ ખાનનો નાનો ભાઈ મુશીર ખાન 55 રન બનાવીને આઉટ થયો હતો. દિવસની રમતના અંતે મુંબઈની ટીમે નવ વિકેટના નુકસાન પર 353 રન બનાવી લીધા છે. તનુષ કોટિયન 74 રન અને તુષાર દેશપાંડે 17 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા.

શ્રેયસ અય્યર મુંબઈની પ્રથમ ઇનિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો અને 3 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેને તમિલનાડુના જમણા હાથના મધ્યમ ઝડપી બોલર સંદીપ વોરિયરે બોલ્ડ કર્યો હતો. તમિલનાડુ તરફથી કેપ્ટન સાંઈ કિશોરે અત્યાર સુધીમાં 6 વિકેટ લીધી છે. કુલદીપ સેને 2 વિકેટ લીધી હતી. જ્યારે સંદીપ વારિયરને 1 વિકેટ મળી હતી.