યુરોપ હવે રાષ્ટ્રવાદ તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન જમણેરી પક્ષોએ સાત દેશોમાં સત્તા હાંસલ કરી છે. જોકે આ પહેલાં યુરોપના કોઈ પણ દેશમાં કોઈ જમણેરી પક્ષ સત્તામાં આવ્યો નથી. હાલમાં ઇટાલી, ફિનલેન્ડ, સ્લોવાકિયા, હંગેરી, ક્રોએશિયા, ચેક રિપબ્લિક અને નેધરલેન્ડ્સમાં રાષ્ટ્રવાદી સરકારો છે. આ મહિનાના અંતમાં ઑસ્ટ્રિયામાં યોજાનારી ચૂંટણીમાં રાષ્ટ્રવાદી ફ્રીડમ પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે.
સરવે મુજબ ફ્રીડમ પાર્ટીને લગભગ 27 ટકા વોટ મળ્યા છે. ઓસ્ટ્રિયા એ માટે પણ મહત્ત્વપૂર્ણ છે કે તે યુરોપના કેટલાક તટસ્થ દેશોમાંનો એક છે. લગભગ 70 વર્ષથી તટસ્થ રહેલા ઓસ્ટ્રિયામાં જમણેરી પક્ષનો ઉદ્ભવ એક મોટી રાજકીય ફેરબદલ છે. ઑસ્ટ્રિયા કોઈ લશ્કરી કે રાજકીય વિચારધારા ધરાવતો દેશ નહોતો. અહીં માત્ર કેન્દ્રવાદી સમાજવાદી વલણ ધરાવતા પક્ષો જ સત્તામાં છે.
આ વર્ષે રોમાનિયા સહિત યુરોપના 9 દેશોમાં ચૂંટણીનું આયોજન આ વર્ષે ઓસ્ટ્રિયા સહિત યુરોપના 9 દેશોમાં ચૂંટણી છે. ઓસ્ટ્રિયામાં 29 સપ્ટેમ્બરે, ચેક રિપબ્લિકમાં સપ્ટેમ્બરમાં ચૂંટણી છે. બોસ્નિયા, બલ્ગેરિયા, જ્યોર્જિયા, લિથુઆનિયા અને મોલ્ડોવામાં ઓક્ટોબરમાં ચૂંટણી યોજાશે જ્યારે ક્રોએશિયા અને પૂર્વ યુરોપના સૌથી મહત્ત્વપૂર્ણ દેશ રોમાનિયામાં ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે.